કેટલીકવાર આપણને પોતાની જાત પર ખુબ ગુસ્સો આવે છે, ખાસ કરીને જ્યારે આપણે કોઈ એપોઈન્ટમેન્ટ લઈને એ વિષે ભૂલી જઈએ છીએ અથવા આપણે આપણા બાળકો અથવા માતાપિતાએ માંગેલી વસ્તુઓ લાવવાનું ભૂલી જઈએ છીએ. આપણને એમ થયા કરે છે કે "મારું મગજ કામ કેમ કરતું નથી.
"શા માટે મગજ ધ્યાન કેન્દ્રિત કરવામાં આપણને મદદ કરતું નથી, મને થઇ શું ગયું છે?"
શા માટે મગજ ધ્યાન કેન્દ્રિત કરવામાં આપણને મદદ કરતું નથી?
હકીકતમાં તે મદદ કરે જ છે. મગજ ચીજવસ્તીઓ અને આપણી આસપાસ થતી ઘટનાઓને વર્ગીકૃત કરતું હોય છે. અર્ધજાગૃતપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટેની પ્રક્રિયાઓ ચાર પ્રકારની હોય છે. આપણું મગજ આ ચાર પ્રકારની સ્થિતિમાં ફરતું રહે છે.
- 1. મન-ભટકવાની સ્થિતિ.
આ સ્થિતિમાં તરલતા હોય છે. આપણે તેથી જ એક સાથે ઘણું વિચારી શકીએ છીએ. જેમ કે આપણે દિમાગમાં પ્રોજેક્ટ્સની યોજના બનાવીએ છીએ અને તે જ સમયે કોઈના વિષે ચિંતા પણ કરીએ છીએ.
- 2. સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ મોડ.
કેટલો પણ અવાજ હોય આપણે કરી રહેલા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, જેમ કે ઇમેઇલ્સ લખવામાં, અથવા પરીક્ષામાં પેપર લખવામાં.
- 3. અટેન્શનલ ફિલ્ટર.
આ ફિલ્ટરના કારણે આપણે આપણા માટે મહત્વની પર જ ધ્યાન આપીએ છીએ. ઑફિસમાં, દરવાજો ખુલે છે, ક્લાયન્ટ ફરિયાદ કરી રહ્યો છે, અને માઉસ ક્લિક કરી રહ્યું છે પરંતુ જો કોઈ ઇન્ક્રીમેન્ટની ચર્ચા કરે છે તો તરત જ કાને પડે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે કેવી રીતે તમને ઘોંઘાટીયા પાર્ટીમાં તમારું નામ બરાબર સંભળાય છે? તે અટેંશન ફિલ્ટરને આભારી છે.
- 4. અટેન્શનલ સ્વિચ.
ભટકી રહેલા મન અને એક્ઝિક્યુટિવ મોડ વચ્ચે દ્વિ પક્ષી જોડાણ છે. તમે માતાના સ્વાસ્થ્ય વિષે થોડીક વાર ચિંતા કરી શકો છો અને ફરીથી પ્રોજેક્ટ બનાવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તે ફોકસ અટેંશનલ સ્વીચ છે.
પરંતુ ભટકવા માટે જવાબદાર છે ઇન્સ્યુલા ! ઇન્સુલા શું છે?
ઇન્સુલાને વિકસિત થવામાં હજારો વર્ષ લાગ્યાં છે પરંતુ છેલ્લા એક દાયકામાં આપણી ઇકો સિસ્સટમ બદલાઈ ગઈ છે.
જાહેરાતો અને ઘોંઘાટ, ઇમેઇલ્સ અને નોટિફિકેશન્સ. આપણા જીવનમાં આપણે જે વસ્તુઓનો ટ્રૅક રાખવાનો છે તેની સંખ્યા આકાશને આંબી ગઈ છે.
નિષ્કર્ષ,
આ બધા આપણા ઇન્સ્યુલાને ઓવરલોડ કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ક્ષમતાને નબળી પાડે છે. જેમ કે આપણે ચાવી ક્યાં મૂકી તે ભૂલી છીએ કારણ કે જ્યારે આપણે તેને ક્યાંક મૂકીએ છીએ, ત્યારે આપણા મગજના તમામ મોડ્યુલ અનાયાસે પણ તે સ્થાનની નોંધ લેવાનું ચુકી જાય છે કારણકે તે ખૂબ વસ્તુઓમાં રોકાયેલા હોય છે.
મગજ આપણને મદદ કરી જ રહ્યું છે, પરંતુ તેને પણ મદદની જરૂર છે. મગજમાં એટલો ઘોંઘાટ છે કે તેમાંથી સુર છુટા કરવા મુશ્કેલ બની રહ્યાં છે. તમે મગજમાં નકામી માહિતીઓનો ઢગલો ના કરો તે ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તમારા આ બાબતે અનુભવો અને વિચારો જરૂર શેર કરો.
આભાર! મિત્રો તમારી સુંદર પ્રશંસા અને કિંમતી સમય આપવા બદલ ❤🌹🤗💐