Which items are better to buy from abroad? | વિદેશથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવી સારી

ભારત 🇮🇳 માં તમને બધીજ બ્રાન્ડેડ વસ્તુઓ મળી રહેશે. હા પણ તમે જ્યારે વિદેશ ફરવા જાવ ત્યારે તમને તે બ્રાન્ડેડ કપડાં કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કદાચ સસ્તા માં મળી જાય.

વિદેશથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવી સારી

Which items are better to buy from abroad? | વિદેશથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવી સારી

વસ્તુ ની સાચેજ જરૂર હોય તો જ ખરીદી કરવી નહિ કે તે સસ્તી છે એટલે લઈ લેવી. Electronic ઉપકરણો વિદેશ થી લેતા પેહલા વોલ્ટેજ ચેક કરી લેવા અને Warranty પણ ચેક કરી લેવી.

જો તમે અમેરિકા 🇺🇸 ફરવા આવો તો તમે અહીંથી એક વસ્તુ જરૂર થી ભારત પાછા લઈ જજો. તે છે અહીંનું કેસર. અમેરિકા માં તમને શુદ્ધ ક્વોલિટી વાળું કેસર એકદમ વ્યાજબી ભાવે મળી જશે. 10 ડોલર માં નાની ડબ્બી અને 50 ડોલર સુધીમાં માં મોટી ડબ્બી મળી જશે.

કેસર સિવાય નીચેની વસ્તુઓ તમે અમેરિકા થી લઇ જઇ શકો છો.

  • Apple ની કોઈ પણ પ્રોડક્ટ્સ
  • બ્રાન્ડેડ બુટ (Adidas, Nike વગેરે)
  • અમેરિકન પીનટ બટર અને almond butter
  • Dunkin donuts coffee powder
  • Portable air purifier
  • Portable air heaters (શિયાળા માં બહુ કામ લાગે)
  • Dish Drainer (બેગ માં જગ્યા હોય તો)
  • બ્રાન્ડેડ કપડાં, જ્વેલરી, ચશ્મા (જરૂર હોય તો જ લેવાં).
  • રમોકડાં, પઝલ, ગેમ વગેરે - બાળકો માટે.
  • ડેન્ટલ વોટર ફ્લોસર ( ખાસ લઈ જવું).
  • સૂકો મેવો (બદામ, કાજુ, પિસ્તા વગેરે) - ઉચ્ચ ગુણવત્તા.
  • ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ

ખુબજ ઓછા સામાન જોડે મુસાફરી કરવાનું પસંદ કરવું. મોટા ભાગે જે દેશ માં રેહતો હોય ત્યાંથીજ વસ્તુ લેવાનું પસંદ કરું છું.

આભાર! મિત્રો તમારા સુંદર અભિવાદન અને કિંમતી સમય માટે ❤🌹🤗💐

Post a Comment

Previous Post Next Post

Contact Form